-->
WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

માસૂમિયત ટૂંકી વાર્તા મારો અનુભવ

માસૂમિયત

(સર! મેં તો ઉઠ જાતી હું પર મેરી અમ્મા નહિ ઉઠતી...")


*વાત છે એ વખત ની જયારે હું એક પ્રાઇવેટ સ્કૂલ માં* જોબ કરતો હતો...અને સંજોગો વસાત મારા પ્રિન્સિપાલ સાહેબ ને કેનેડા જવાનું થયું 6 મહિના માટે  એટલે એમને એમનો ચાર્જ મને સોંપ્યો એ વખત ની...! 

સ્કુલ હતી 1થી12 ધોરણ ની સળગ એટલે પાળી પ્રથા ચાલતી.. એટલે કુમળા બાળકો (ધોરણ 1થી5) ને સવારની સ્કૂલ હોતી અને એમાંય શિયાળો હતો...એટલે રોજ સ્કૂલે આવતા બાળકો ને થોડું મોડું થાય એ સ્વાભાવિક હતું પણ... ; અહીં તો હું મારા શિક્ષક ના સ્વભાવ ગત શિસ્ત માટે જાણીતો હતો.. એ વાત ની મારા હાથ નીચે કામ કરતા સ્ટાફ ને જાણ હતી એટલે એ લોકો પણ આ કરાવતા પણ મારી જેમ નહિ !  બળજબરી થી... પણ બાળકો માં હું પ્રિય કોઈપણ બાળક જે વાત બીજા કોઈ સ્ટાફ ને ના કહી શકે એ વાત એ બેખોફ મને જણાવે એટલી સ્પેસ મે એમને આપેલી પણ હા એમાંય શિષ્ટતા પૂર્વક ની હો..


બન્યું એવું કે થોડાક ટાઇમ બધું ઓબજરવ કરતો અને એના લીધે હું જોતો કે બે જુડવા બાળકીઓ કે જેમનું નામ *સિફા* અને *સિમરન* હતું એ બાળકીઓ હંમેશા ઉનાળા માં સમય સર નિશાળે આવતી પરંતુ હમણાં એટલેકે જ્યાર થી આં કાતિલ શિયાળો ચાલુ થયો ત્યારથી એ થોડી અનિયમિત આવતી બને દીકરીઓ એટલી માસુમ કે એમના મુખારવિંદ ઉપર એમની માસૂમિયત છલકાતી અને ઉભરાતી તમને પણ દેખાય...એટલી હદે માસુમ છોકરીઓ ની ફરિયાદ એમના ક્લાસ ટીચર મારી પાસે લઈ ને આવ્યા કે સાહેબ આં બે છોકરીઓ હમણાં થી રોજ મોડી આવે છે.

હુ એમને ગમે તેટલી વાર કહું એ મારું કંઈ સાંભળતી જ નથી હવે એને તમે ટેકલ કરો.. આટલું કહી એ ટીચર મારી રજા લઈ એમના ક્લાસ રૂમ માં પીરીયડ માટે જતા રહ્યા... હવે શરુ થઈ મારી પરીક્ષા કારણ કે એ બહેન ના થી જે નથી થયું મારે કરવાનું હતું કારણ કે હું પ્રિન્સિપાલ તરીકે ચાર્જ માં હતો... હવે શું હું પણ એમની જેમ બળજબરી અને ધમકી થી કામ લવ તો એમના માં એમ મારા માં શો ફેર ? એટલે મે થોડો સમય તો ફક્ત અવલોકન જ કર્યું અને મે એમના ટીચર ને કીધુ હતું કે એ બે દીકરીઓ ને હવે તમે કોઈ ધમકી ના આપતા કે કશું ના બોલતા હું એમને નિયમિત કરવાની જવાબદારી મારી એવી સૂચના મે પટાવાળા સ્મિતા બહેન ને કહી ને એમના સુધી પહોંચાડી દીધી હતી...

મેં જોયું કે ભણવામાં હોશિયાર અને ખુબજ માસુમ એવી આં બંને જુડવા દીકરીઓ અચાનક કેમ આટલી ઇ રેગ્યુલર અને આટલી ગભરુ થઈ ગઈ ...? આ પ્રશ્ન મારા મન માં સતત હતો. પરંતુ મને અહી અમારા PTC માં તાલીમ વખતે ભણાવવા માં આવતું *મનોવિજ્ઞાન* કામ લાગ્યું મે એમનું મન વાચવા નું ચાલુ કર્યું ...

અનેં મને કૈક એમના મન માં રંધાઈ રહ્યું હોય એવું લાગ્યું , એ છોકરીઓ કૈક એવી વાત થી દુઃખી હતી કે એ શાળા એ અનિયમત આવવું તેમજ ટીચર એમને એ વાત લઈ ને લડતા બોલતા એ ગમતું નહતું પણ એમની કોઈક મજબૂરી હોય એવું મને લાગ્યું એટલે મે એ બાબત ની મૂળ માં જવાનું નક્કી કર્યું... 

અને પછી એકદિવસ એ બને દીકરીઓ મોડી આવી અને એટલી બધી મોડી આવી કે એમના ક્લાસ ટીચર ના દિમાગ નો પારો આસમાને પહોંચી ગયો અને એ દિવસે એમને ગુસ્સા મારી સૂચના યાદ નહિ રહી હોય અને એ બને દીકરીઓ ને ખુબ ખરી ખોટી સંભળાવી અને એ બને દીકરીઓ ને લઈ ને સીધા મારી ઓફિસ માં ઘુસી ગયા.. મે જોયુ તો એ બંને દીકરીઓ નો પોતાનો વાંક નથી અને કોઈ બીજાના વાંકે આજે એમની આં પરિસ્થિતિ છે એવું એમની આંખો અને મન મસ્થિસ્ક માં સ્પષ્ટ દેખાતું હતું મને જે એમના ક્લાસ ટીચર ગુસ્સા ની આડ માં જોઈ નહતા શક્યા.. ! મે એ બંને દીકરીઓ ને મારી પાસે બોલાવી અને પહેલા તો મે એમને મારા ટેબલ ના ખાના માં આખી સ્કૂલ માં જે જે બાળકો ના જન્મ દિવસે મને ભેટ આપેલી ચોકલેટો પડી રહેતી એ અક્ષયપાત્ર સમાં મારા ટેબલ ના ખાના માંથી મે બે ચોકલેટ એ બંને દીકરીઓ ને આપી..અને મે એને રડતી બંધ કરાવી અને માથે પ્રેમ અને હૂફ ભર્યો હાથ ફેરવી ને પ્રેમ થી પૂછ્યું હિન્દી ભાષા માં કારણ કે એ બને મુસ્લિમ દીકરીઓ હતી અને સ્વાભાવિક છે કે બાળક ઘર માં બોલાતી ભાષા થી બોલાવીએ તો એને પોતીકું લાગે એટલે મે બને દીકરીઓ સાથે પ્રેમ પૂવર્ક વાતચીત માં પૂછ્યું કે સ્વાભાવિક રીતે સ્કૂલ ના એવા હોદ્દા ઉપર બેઠો હતો કે નાની ઉંમર હોવા છતાં મારે તમામ ને એ હોદ્દા ને માન આપી મારે  કોરોસ્પોન્સન્ડ કરવું પડતું એટલે હું બોલ્યો..:!


બેટા: શિફા - સિમરન  તમે તો બહુજ હોશિયાર અને કહ્યાગરા છો તો પછી હમણાં થી તમે કેમ તમારી ટીચર ની વાત  ધ્યાને  નથી લેતા ?

તો સામે છેડે અસમંજસ ભર્યું મૌન..! 

એટલે મે એ બે દીકરીઓ ની ક્લાસ ટીચર ને એકાંત માટે ઈશારો કર્યો અને એમને મારી ઓફિસ ની બહાર જવા કીધુ જેથી આં બંને  દીકરીઓ એમના મન ની વાત મને કહી શકે? અને મને આં મૌન જોઈ ને  એ દીકરીઓ ની વાત સમજાઈ ગઈ હતી.. એટલે પછી એમને શરુ કર્યું.. રડતા રડતા એ માસૂમ દીકરીઓ એ એટલી માસૂમિયત થી મારા હરેક પ્રશ્ન નો જવાબ આપવા લાગી એક પાળેલા પોપટ  પોતાના માલિક ની આગળ પોતાનું દુઃખ જણાવતો હોય એની જેમ બોલવા લાગી ..

મને કે (Rk sir) આખી સ્કૂલ મને આં નામે જ ઓળખતી એટલલિસ્ટ એમના વાલીઓ પણ ..

એટલું મે પૂછ્યું કે 

બેટા શીફા પહેલે તો આપ બહુત અચ્છી તરહ સે ઓર સ્કૂલ કે ટાઇમ પે આં જાતી થી તો ફિર અબ ઐસા ક્યાં હુઆ કી આપ કી ફરિયાદ ટીચર હર રોજ કરતે હૈ? ત્યારે બને દીકરીઓ ની આંખો માં અંતસ્થ નદી હોવા છતાં પણ જાણે સરસ્વતી ફૂટી નીકળી હોય તેમ આંખો માંથી નદી ની માફક અવિરત આંશુ સ્વરૂપે વહી રહી હતી મે એને શાંત કરતાં કહ્યું બેટા શિફા-  સિમરન શાંત થઈ ને આખી વાતને ગભરાયા વિના મને કે.. સીફા બોલી: સર વો ક્યાં હૈ નાં કી જબ ગરમી કી મોસમ થી ના તબ તો મે બીના ગરમ પાણી કે નહા શકતી થી લેકિન અભી સર્દીઓમે મુજે ગર્મ પાણી કરના પડતા હૈ ઓર મુજે ગેસ જલાના નહિ આતા..આટલુ કહી એક ડૂસકું એને ભર્યું..

થોડો વિરામ લઇ ને મે મારી પ્રશ્નો ની ઝડી આગળ વધારી અને કહ્યું તો બેટા આપ થોડા જલદી ઉઠ જાયા કરો ના ઈસમે ક્યાં દિક્કત હૈ.. ત્યારે સિમરન બોલી  રડતા રડતા... કે ..મારુ ખુબજ ટૂંકું નામ પણ એ ડુસકા સાથે પૂરું ના બોલી શકી અને કે.. sir.. વો ક્યાં હૈ નાં કી sir  "મે તો ઊઠ જાતી હું પર મેરી અમ્મા નહિ ઉઠતી.!; ઔર મુજે ગેસ જલાના નહિ આતા...ઇસકી વજહ સે.. યે સબ.... ઔર મે  હમ અમ્મા કો કુછ કહતે હૈ તો અમ્મા હમે મારતી હૈ..🥲😥😰😭 sir..ત્યારે મને એમ થયું કે સાલું જબરું કહેવાય નહિ. કે બે માસૂમ દીકરીઓ અહી સ્કૂલ માં ટીચર નો ઠપકો સાંભળે અને ઘેર  મમ્મી(અમ્મી) નો માર ખાય ખરેખર આં બે દીકરીઓ ને  એમની મમ્મી નાં લીધે થઈ ને આટલી યાતના ભોગવે છે છેલ્લા ઘણા સમય થી ... અને આટલું સાંભળી મારો માંહ્યલો ખળભળી ઉઠ્યો અને હું જૉ આં  વાત ને  જાણી મે અટકી જાવ તો હું પ્રિસિપાલ શાનો એટલે મને થયું કે આનું સોલ્યુશન તો લાવવું જ પડશે.. એટલે મે એ બે દીકરીઓ ના વાલી ને બોલાવ્યા મને મળવા એટલે એના અબ્બા આવ્યા મને મળવા ત્યારે મેં આખી વાત જણાવી તો એપણ ની મજબૂરી થી એમની આંખો માં પણ એજ સરસ્વતી નદી ફૂટી અને કદી ના રડતો પુરુષ પણ અહી મજબૂર થઈ ગયો આંખ ભીની કરવા માટે અને મને કહ્યું કે સાહબ જી.. વો ઉસકી અસલી અમ્મા નહિ હૈ.. વો તો ઉસકી નઇ અમ્મા  હૈ..! ઉસકી અમ્મા તો ઉન દોનો કે જન્મ દેને ને કે બાદ તુરંત અલ્લાહ કો પ્યારી હો ગઈ.. અબ ક્યા અબ અબ્બુ ઊં દો નો લાડકી કી અમ્મા કા કામ કર દેતે હૈ..ઓર ફિર સે વો માસૂમિયત દોનોં લડકી સિફાં ઓર સિમરન કી લોટ આતી હૈ.. અને આજવાત ની રજૂઆત સાથે જ હુ મારી અને મારા સ્ટાફ સાથે ની પહેલી મહિના ના અંતે રેગ્યુલર ભરતી મિટિંગ હું પૂરી કરું છું... ! અને મારા સ્ટાફ ને સમસ્યા નું મુળ સોધી એના ઉકેલ સુધી જવાની વાત સમજાવી રહ્યો હોવ છું...! અને મારો સ્ટાફ પણ પેલી દીકરી ના માસૂમિયત ભર્યા શબ્દો ("સર! મેં તો ઉઠ જાતી હું પર મેરી અમ્મા નહિ ઉઠતી...") એ વાગોળતા વાગોળતા પોતાના નિજ ઘર જાવા પ્રયાણ કરે છે...


મિત્રો આં એક સત્ય ઘટના છે અને અનુભવ છે મારો ખુદ નો તો જણાવજો મને કે કેવી હતી બંને દીકરીઓ ની માસૂમિયત અને વાર્તા ગમી હોય તો મિત્રો સાથે શૅર કરજો અને મને ફોલો કરજો આવી જ વાર્તાઓ વાંચવા માટે..

Labels